Posts

Showing posts from 2016

ભારતીય તોપખાનું આધુનિકીકરણ કાર્યક્રમ

Image
આજે ઉત્સાહમાં આપણા જાણીતા ગણાય એવા ગુજરાતી (સંદેશ, ગુજરાત સમાચાર, મુંબઈ સમાચાર, દિવ્ય ભાસ્કર, અકિલા ), હિન્દી (દૈનિક જાગરણ) અને અંગ્રેજી (ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ હિંદુ, હિન્દુસ્તાન ટાઈમ્સ, ઇન્ડિયન એક્ષ્પ્રેસ) વગેરેની ઈ-કોપી ફેંદી મારી.એક પણ, એક પણ છાપામાં પહેલાથી છેલ્લા પાના સુધી ક્યાંય ઉલ્લેખ સુધ્ધાં નઈ હો!

આ મુંબઈ સમાચારનું બીજું પાનું એક ઉદાહરણ તરીકે જુઓ, છાપાના બીજા જ પાનાં પર (પહેલા પર તો તમે જાહેરાતો છાપી, તે બરાબર છે, આવક માટે જરૂરી છે ) દેશના મોટા સમાચાર હોય કે "મનોરંજન" સમાચાર?

જવા દો, આપણા ત્યાં છાપાવાળાઓને શેને પ્રાથમિકતા આપવી એની ગતાગમ ઓછી છે એ તો જૂની વાત થઇ ગઈ, મુદ્દા પર આવીએ.

૧૩ ડિસેમ્બર, ૨૦૧૬ એ આપણા દેશના સંરક્ષણ માટે સુવર્ણ દિવસ હતો. આ મંગળવારની બપોરે ૪:૩૦ વાગે ઓરિસ્સાના બાલાસોરમાં સંપૂર્ણ સ્વદેશી બનાવટની ૧૫૫-મીલીમીટરની ભારતીય તોપે પ્રાયોગિક સાબિતીના ભાગ રૂપે પહેલો ગોળો દાગ્યો!!! જે ભારતીય લશ્કરના સાધન-સરંજામ (સાચું કહો તો એની તીવ્ર અછત) વિષે જાણે છે એજ આનું વિરાટ મહત્વ સમજી શકશે.

Advanced Towed Artillery Gun System (ATAGS) - આધુનિક ખેંચીને લઇ જવામાં આવતી ૧૫૫-મ…

એક ટ્રેન-સફર અને બે મુસાફરો.....

Image
૨૪ વર્ષ પહેલાની વાત છે. ૧૯૯૦નો ઉનાળો હતો. ભારતીય રેલ સેવાના અસ્થાયી કર્મચારી એવી હું  અને  મારી મિત્ર લખનૌથી દિલ્લી જઈ રહ્યા હતા. અમારી જ બોગીમાં  બે સંસદ  સભ્યો પણ મુસાફરી કરી રહ્યા હતા. એ ઠીક હતું પણ તેમની સાથેના ૧૨ માણસો જે વગર ટિકિટે બેઠા હતા તેમનું  વર્તન ડરામણું હતું.  તેઓએ બળજબરીથી અમારી બર્થ  ખાલી કરાવી અને અમને  અમારા સામાન પર બેસવા ફરજ પાડી. તે ઉપરાંત તેમણે અભદ્ર અને અપમાનજનક ટીપ્પણીઓ કરી. અમે ગભરામણથી કોકડું વાળીને સમસમીને બેસી રહ્યા. અસામાજીક તત્વોની સોબતમાં અ બહુ જ ભયાનક રાત હતી. ક્યારે રાત પસાર થઈ જાય અને નવો સૂરજ ઉગે એની અમે અત્યંત આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બાકીના મુસાફરો અને ટી.સી. તો ક્યાંય છૂ થઇ ગયા હતા.

બીજે દિવસે સવારે અમે દિલ્લી પહોચ્યાં. અમે શારીરિક રીતે સ્વસ્થ હતા પણ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. મારી મિત્ર તો એટલી હતપ્રભ થઇ ચૂકી હતી કે તેણે આગળની તાલીમ માટે અમદાવાદ જવાનું માંડી વાળ્યું. મેં બીજી એક સખીનો સંગાથ હોવાથી તાલીમ ચાલુ રાખી. (તેનું નામ ઉત્પલ્પર્ણ હઝારિકા છે, જે રેલ બોર્ડમાં ખૂબ ઉંચા હોદ્દા પર છે)  અમે ગુજરાતની રાજધાની માટે રાતની ટ્રેનમાં ચઢ્યા. ઉતાવળ…