Posts

પરમવીર ચક્રધારી મેજર સોમનાથ શર્મા

Image
આ લેખ ઈન્ટરનેટ પર મૂકવાની પ્રેરણા મિત્ર શ્રી શૈલેશભાઈ પાંડેના પ્રોત્સાહનને આભારી છે. તેમની હરહમેંશની ઉક્તિ "बस इतना याद रहे, एक साथी और भी था" મન-મસ્તિષ્કમાં એવી તે આલેખાઈ ગઈ છે કે હવે તો કૈંક રાષ્ટ્રભક્તિને લાગતું એવું જે આપણી ગુજરાતી ભાષામાં ઈન્ટરનેટ પર ના ઉપલબ્ધ હોય એવું લખે જ છૂટકો...

શ્રી રવીન્દ્ર અંધારિયા લિખિત જનકલ્યાણ વર્ષ ૬૬, અંક ૧(એપ્રિલ ૨૦૧૬) માંથી સાભાર....


સૂરજે ડૂબતાં પહેલાં આકાશમાં કેસરનો છંટકાવ કરી દીધો હતો. મંદ મંદ પવન વહેતો હતો. મેજર શર્માએ આજની સાંજ મેજર તિવારીના નામ કરી દીધી હતી. મેજર કે. કે. તિવારી તેમના જીગરી દોસ્ત હતા. બંનેની પ્રથમ મુલાકાત બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બર્મામાં રણમોરચે થયેલી. મેજર સોમનાથ હજુ તાજા તાજા જ લશ્કરમાં જોડાયા હતા. ૨૨ જાન્યુઆરી ૧૯૪૨માં તેઓ ૪ કુમાઉ રેજીમેન્ટમાં કમિશન્ડ ઓફિસર તરીકે જોડાયા હતા.તેમના સૈનિક જીવનની શરૂઆત બીજા વિશ્વયુદ્ધથી થયેલી. માત્ર ૧૯ વર્ષની ઉંમરે (જન્મ કાંગડા, પંજાબ - ૩૧ જાન્યુઆરી ૧૯૨૩) તેઓ લશ્કરમાં જોડાયા. તેમના પિતા મેજર અમરનાથ શર્મા લશ્કરમાં ડોકટર હતા અને આર્મી મેડીકલ સર્વિસના ડાયરેક્ટર જનરલના પદેથી નિવૃત થયા હતા.…

The Foster Mother of the Human Race

Image
It's been sometime since there has been a post in English on this blog. So here it is.....

Thanks to Stephen, founder of www.dairymoos.com for permissions to reproduce. His blog is very insightful source filled with informative articles on US Dairy industry. Below short post on his blog drew my attention because of one word : "Hindoo".

It is heartening to see that pioneers of the dairy industry in the USA, seven oceans apart, were well aware about the Hindu/Indian ways of life 125+ years ago. For the readers in India, W.D. Hoard referred below was an American politician, a newspaper editor, and the 16th Governor of the U.S. state of Wisconsin from 1889 to 1891. Not only Mr. Hoard was an informed human about world that was nearly not as connected as it is today. He was likely among the first few Americans who thought of cows as mothers before they become synonymous with primary meat source in the West.**Taken from Hoards Dairyman**

125 years ago, W.D. Hoard, founder of…

અમદાવાદનું ગૌરવ, ડો. એચ.એલ.ત્રિવેદી.....

Image
કોઈ મને પૂછે કે ગુજરાતની કોઈ એવી વ્યક્તિનું નામ આપો જેમણે નોબેલ પારિતોષિક પામી શકાય તેવું કામ કર્યું હોય. તો હું તરત જ તેમને ડો. એચ.એલ.ત્રિવેદીનું નામ આપું. મેડિકલ સાયન્સ અને માનવ-સેવા એમ બન્ને ક્ષેત્રમાં તેમણે એવી અદભૂત કામગીરી કરી છે આ બે-બે ક્ષેત્રમાં તેમને નોબેલ મળી શકે.
આધુનિક ઋષિ કેવા હોય તે જોવું હોય તો ડો. એચ.એલ. ત્રિવેદીને મળવું પડે.


સાૈરાષ્ટ્રના ચરાવડા નામના ગામે જન્મેલા હરગોવિંદભાઈના પિતા લક્ષ્મીશંકર ત્રિવેદી શિક્ષક હતા. તેમનાં માતાનું નામ શારદાબહેન. હરગોવિંદભાઈ ભણવામાં ખૂબ તેજસ્વી. બધા વિષયોમાં મોટાભાગે 100માંથી 100 ગુણ આવે. અમદાવાદની બી.જે. મેડિકલમાં ભણ્યા. વિદેશ ભણવા જવાનું હતું તો તેમણે પ્રવેશ માટે જે જે યુનિવર્સિટીઓમાં પ્રવેશફોર્મ ભર્યાં હતાં તે દરેકને એચ એલ ત્રિવેદીએ એક પત્ર લખ્યો હતો કે જો તમે મને પ્રવેશ આપો તો તમારે મને એરફેર પણ આપવું પડશે, કારણ કે મારી પાસે અમેરિકા આવવાના પૈસા નથી. તેમની તેજસ્વી કારકિર્દી જોઈને એક યુનિવર્સિટીએ તેમને પ્રવેશ આપ્યો અને ટિકિટ પણ મોકલાવી. એચ એલ ત્રિવેદીએ અમેરિકામાં Cleveland Clinic, અભ્યાસ કર્યો. તેમણે નેફ્રોલોજીમાં અભ્…

હનુમાન જયંતી

Image
હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે બધાં એ ચૈત્ર સુદ પૂનમે હનુમાન જયંતી ઉજવી. આમ તો આ પોસ્ટ અગાઉથી લખવાની ઇચ્છા હતી પણ હશે, મોડું તો મોડું, લખીને વહેંચાય એટલે ઘણું.આમ તો વૈષ્ણવ વાણિયા હોવાથી ઘરમાં પહેલેથી જ પુષ્ટિમાર્ગની રીત પ્રમાણે કૃષ્ણભક્તિ જોઈ અને જાણી છે. પણ નાનપણમાં અમુક પ્રસગો એવા બન્યા કે કુદરતી રીતે હનુમાનજી માટે આસ્થા થઇ. સૌથી પહેલું કારણ તે રામાનંદ સાગર રચિત રામાયણ કે જે અમારી પેઢીના દરેક બાળકે હોંશે હોંશે દર રવિવારની સવારે નાહી,ધોઈને પરવારીને ટીવી સામે સમૂહમાં ગોઠવાઈને દૂરદર્શન પર જોયું.એ તો જાણે આપણા સ્મરણપટ પર એવું જડાઈ ગયું છે કે જેમ શિલા પર કોતરેલો કોઈ લેખ. સાગરના મોજાં રૂપી કાળ કે નસીબની ગમે તેવી થપાટો તેને ભૂંસી ના શકે. એમાં સૌથી મજાની વાત એ છે કે Internet/Youtube ના આ જમાનામાં આ ટીવી શ્રેણીઓ ફરી ફરીને જોઈ શકાય છે. અને તે પણ નિશુલ્ક! ભગવાન રામાનંદ સાગર અને ઈન્ટરનેટની શોધમાં સહભાગી થયેલ દરેક જીવનું ભલું કરે.

બીજું કારણ તે સ્કૂલના ખાટા-મીઠાં અનુભવો. પિતાજીની મુંબઈ બદલી થઇ હોવાથી ત્યાં ભારત-ભરની મિશ્ર-પ્રજા જોડે રહેવા-ઉછરવાનો મોકો મળ્યો. ત્યારે ખ્યાલ આવી ગયેલો કે દાળ-ભાતીયા…

રામ જન્મભૂમિ વિષે આટલું જાણો.....ભાગ ૧

Image
તમને ક્યારેય એવું થયું છે કે રાતના હળવું(ઓછું) ભોજન કર્યું હોય એટલે સવાર વહેલી પડે? મારી શરીર રચનામાં એવું કૈક છે. એટલે તો આજે વહેલો ઉઠીને આ પોસ્ટ લખવા બેઠો.
નિત્ય ઘરમાં પૂજા-પાઠ કરાતાં એવા અત્યંત ધાર્મિક કુટુંબ,મા-બાપના સાનિધ્યમાં ઉછર્યા એટલે પ્રભુ રામ અને રામ-મંદિરમાં આસ્થા તો બાળપણથી જ હતી. પણ તેની સાથે તેની સાથે જોડાયેલી વાતો અને ઈતિહાસ અંગે જાણવાની કૂતુહલતા કોલેજકાળમાં જાગી હતી. તે દરમ્યાન અહીં-તહીં વાંચીને માહિતી ભેગી કરી હતી. આજે હવે તેય ભૂલાઈ ગયું છે અને મારે દીકરાને (એમ કહો કે આવતી પેઢીને ) તે અંગે જણાવવું છે (Pass-down the knowledge orally). એટલે આપણા બધાના latest God એવા Google પર ગુજરાતીમાં "કોઈક" લેખ/બ્લોગ પોસ્ટ શોધવા બેઠો... તમેય પ્રયત્ન કરી જોજો, સાલું સમ ખાવા પૂરતું ય એક લેખ નહિ (સમાચાર પત્રોની links હતી એમાં કોઈજ ઐતિહાસિક માહિતી નઈ). દુઃખ થયું. આમ આપણું ગુજરાત એક રીતે ખૂબ જ ધાર્મિક લોકોનું રાજ્ય ગણાય છે. અહીં ધર્મને જે આસ્થાથી અને વિશ્વાસથી પાળવામાં આવે છે એનો આપણને બધાય ને ગર્વ છે. તો પછી આવું કેમ? તમને ખબર છે ૧૯૯૨માં રામ-જન્મભૂમિ ચળવળમાં રાજ્યના ૧૮,૦૦૦ ગા…

અમેરીકન બ્રાહ્મણ

Image
વાતની શરૂઆત ૧૮૪૯થી થાય છે. ડો. જેમ્સ બોલ્ટન ડેવીસ(James Bolton Davis) જે સાઉથ કેરોલીનાના ફેરફિલ્ડ કાઉન્ટીમાં સ્થિત હતા તેમને સૌ-પ્રથમ વાર અમેરિકાની ધરતી પર ભારતીય "ગાય" લાવવાનું શ્રેય જાય છે. એમ મનાય છે કે તેઓ જયારે તુર્કીના સુલતાનના ખેતીવાડી ખાતાના સલાહકાર હતા તે દરમ્યાન તેમણે ભારતીય ગૌ-વંશ અંગે માહિતી અને જ્ઞાન મેળવ્યું. ત્યાર બાદ દક્ષિણ અમેરિકાનું રાજ્ય લુઈઝીઆના. જે એ વખતે ૨,૫૦૦,૦૦૦ એકરમાં ફેલાયેલું જંગલી ઘાસ અને ફૂલોથી આચ્છાદિત પ્રદેશ હતો. આ વિશાળ પ્રદેશમાં સેન્ટ ફ્રાન્સિસ-વિલ નામે ખેતી-નિર્ભર એક નાનું ગામ. મિસીસિપી નદીના ખોળે પોતાના કપાસ, શેરડી અને નેસ માટે પ્રખ્યાત.

ત્યાં, તે દિવસે રીચાર્ડ બેરોને એક ખાસ અને અજુગતું કહી શકાય એવું, છેક ભારતથી નિર્યાત થયેલું એવું કૈક મળ્યું કે જે પહેલા આ દેશમાં કોઈએ ક્યારેક નિહાળ્યું નહોતું. તે આશ્ચર્ય-ચકિત હતો, એમ કહો કે હત-પ્રભ હતો.  જયારે તેણે જોયું ત્યારે તેના આનંદનો કોઈ પાર નહોતો. એવું તે શું હતું એ? તેની સમક્ષ ભારતના બે મહાકાય આખલાઓ હતા. તેમને જોયા એજ ક્ષણે તે સમજી ગયો હતો કે આજથી તેનો સમય પલટાઈ જશે. એને માત્ર એ નહતી ખબર કે એનો નહિ…

ભારતીય તોપખાનું આધુનિકીકરણ કાર્યક્રમ

Image
આજે ઉત્સાહમાં આપણા જાણીતા ગણાય એવા ગુજરાતી (સંદેશ, ગુજરાત સમાચાર, મુંબઈ સમાચાર, દિવ્ય ભાસ્કર, અકિલા ), હિન્દી (દૈનિક જાગરણ) અને અંગ્રેજી (ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ હિંદુ, હિન્દુસ્તાન ટાઈમ્સ, ઇન્ડિયન એક્ષ્પ્રેસ) વગેરેની ઈ-કોપી ફેંદી મારી.એક પણ, એક પણ છાપામાં પહેલાથી છેલ્લા પાના સુધી ક્યાંય ઉલ્લેખ સુધ્ધાં નઈ હો!

આ મુંબઈ સમાચારનું બીજું પાનું એક ઉદાહરણ તરીકે જુઓ, છાપાના બીજા જ પાનાં પર (પહેલા પર તો તમે જાહેરાતો છાપી, તે બરાબર છે, આવક માટે જરૂરી છે ) દેશના મોટા સમાચાર હોય કે "મનોરંજન" સમાચાર?

જવા દો, આપણા ત્યાં છાપાવાળાઓને શેને પ્રાથમિકતા આપવી એની ગતાગમ ઓછી છે એ તો જૂની વાત થઇ ગઈ, મુદ્દા પર આવીએ.

૧૩ ડિસેમ્બર, ૨૦૧૬ એ આપણા દેશના સંરક્ષણ માટે સુવર્ણ દિવસ હતો. આ મંગળવારની બપોરે ૪:૩૦ વાગે ઓરિસ્સાના બાલાસોરમાં સંપૂર્ણ સ્વદેશી બનાવટની ૧૫૫-મીલીમીટરની ભારતીય તોપે પ્રાયોગિક સાબિતીના ભાગ રૂપે પહેલો ગોળો દાગ્યો!!! જે ભારતીય લશ્કરના સાધન-સરંજામ (સાચું કહો તો એની તીવ્ર અછત) વિષે જાણે છે એજ આનું વિરાટ મહત્વ સમજી શકશે.

Advanced Towed Artillery Gun System (ATAGS) - આધુનિક ખેંચીને લઇ જવામાં આવતી ૧૫૫-મ…